માળીયા મિયાણા નજીક બાતમીના આધારે સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ ત્રાટકીને 251 ઈંગ્લીશ દારૂની બોટલ ભરેલી કારને ઝડપી લીધી હતી અને રૂ.94,125ની કિંમતના ઈંગ્લીશ દારૂ, કાર સહિત કુલ રૂ.10.99 લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વિદેશી દારૂની હેરફેરી માટે કુખ્યાત મોરબી સામખિયાળી હાઇવે પર ફરી એકવાર દારૂની ગેરકયદેસરના હેરાફેરીનો ભાંડા ફોડ થયો છે.આ વખતે માળીયા પોલીસ કે એલસીબી એસઓજી ની ટીમ નહિ પણ સ્ટેટ મોનિટરીંગ સેલે આ હેરાફેરી પકડી પાડી હતી

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરની ટીમને આજે સવારે સામખીયારીથી મોરબી તરફ નેશનલ હાઇવે વિદરકા ગામના પાટિયા પાસે ડિસન્ટ હોટલથી અર્જુનનગર વચ્ચેના રસ્તા પર જી.જે.3 એચ. કે. 6455 નબરની મહિન્દ્રા એક્સ યુ વી ગાડીમાં દારૂ ભરીને પસાર થતી હોવાની બાતમી મળતા આ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તુરંત બાતમી વાળી જગ્યાએ ત્રાટકી હતી અને શંકાસ્પાપદ કારને રોકાવી હતી અને રોકાવી તલાસી લીધી હતી. તલાસી લેતા તેમાંથી 251 વિદેશી દારૂની બોટલ ભરેલી 21 પેટી મળી આવી હતી જે બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કારચાલક વીનેશ રામાભાઈ કોળીને ઝડપી લીધો હતો અને તેની પાસથી રૂ 94,125 ની કિમતના ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 251, રોકડ રકમ, એક મોબાઈલ તેમજ 10 લાખની ગાડી મળી કુલ રૂ.10,99.905 ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે પકડાયેલા આરોપીને રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા રહે મોટી ખીરઇવાળાએ કાર દારૂ ભરી આપી તેમજ બીજા આરોપી અરવિંદસિંહ ઝાલાએ પાયલોટિંગ કર્યું હોવાનું ખુલ્યું છે તેમજ દારૂ મંગવાનાર અજાણ્યા શખ્સ સહિત આ બન્ને શખ્સ મળી કુલ ત્રણ ફરાર આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

