મોરબી શહેરના સોની બજાર વિસ્તારમાં આવેલ અંબાજી જ્વેલર્સ નામની શોપમાં બે દિવસ પૂર્વે બે મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી અને દાગીના ખરીદવા છે તેમ કહી કાનની બુટી જોવા લીધી હતી બાદમાં આ મહિલા ઓ રૂ ૨.૫ લાખની કિંમતના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી આ ઘટના બાદ વેપારીઓને જયારે જાણ થઈ ત્યારે તેઓએ સીસીટીવી તપાસ કરતા તેમાં ઘટના સામે આવી ગઈ હતી જે બાદ તેઓએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સોની બજારમાં અંબાજી જ્વેલર્સ નામની સોનાની દુકાન ધરાવતા અને રવાપર રોડ વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ ધીરેન્દ્રભાઈ રવેશિયા અને તેમના કાકા અલ્કેશભાઈ રવેશીયા ગત તા ૧૫ જાન્યુઆરીના રોજ બપોરે ત્રણ વાગ્યા ની આસપાસ દુકાનના કામ કર્યા હતા તે દરમિયાન બે મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી અને ૧૦ નંગ જેટલી કાનની બુટી જેની અંદાજિત કિંમત ૨.૫૦ હજાર જેટલી થાય છે તેની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી થોડીવાર બાદ જ્યારે હાર્દિક ભાઈએ તપાસ કરતા આ ૧૦ બોક્સ હાજર મળી ન આવતા તેમણે સીસીટીવીની તપાસ કેરી હતી જેમાં ચોરીનો બનાવ સામે આવતા તેઓએ બન્ને મહિલાઓ વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

