HomeGujaratમોરબીમાં બીજાના રૂપિયાની ઉઘરાણી કરવા 2 શખ્સે યુવકનું અપહરણ કરી ઢોર મારમાર્યો

મોરબીમાં બીજાના રૂપિયાની ઉઘરાણી કરવા 2 શખ્સે યુવકનું અપહરણ કરી ઢોર મારમાર્યો

મોરબીના સનાળા રોડ પર સ્કાય મોલ નજીક આવેલ ભારતનગરમાં રહેતા અને ચેતન કાંતિલાલ બજાણીયા નામના યુવક ઉતરાયણ પર્વના દિવસે કંડલા બાયપાસ પાસે આવેલ ક્રિષ્ના હોટેલમાં નાસ્તો કરતો હતો તે દરમિયાન બાઈકમાં આવેલા યોગેશ કાસુન્દ્રા અને રઘા મેરજા નામના શખ્સે ક્રિષ્ના સ્કુલ સામે આવેલ હરી દર્શન નામના એપાર્ટમેન્ટના બ્લોક બી 702માં લઇ ગયા હતા અને ત્યાં ગોંધી રાખ્યો હતો અને તેને જણાવેલ કે જીગ્નેશભાઈ કૈલાના ધંધાના બાકી નીકળતા રૂપિયા બારોબાર અમરે લેવા છે તું કેમ આપતો નથી તેમ કહી ઢીકા પાટુંનો અને ધોકાથી મારમાર્યો હતો. યોગેશે માથાના ભાગે તેમજ શરીરના ભાગે મુંઢ માર ઈજા પહોચાડી હતી.બાદમાં તેઓ ફરી ત્યાંથી બાઈકમાં સનાળા બાયપાસ લઈ ગયા હતા અને ત્યાયાંથી એક કારમાં પીપળીયા તરફ લઇ જતા હતા ત્યારે રસ્તામાં બન્ને શખ્સે કાર ઉભી રાખતા યુવકે બન્નેની નજર ચૂકવી ફરાર થઇ મોરબી આવી ગયો હતોં ને તેના પરિવારના સભ્યોને જાણ કરતા યુવકના પરિજનો સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા યુવકે સિવિલ હોસ્પીટલમાં બંને આરોપી વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ચેતને નોધાવેલ ફરિયાદ મુજબ પોતે 2010માં જીગ્નેશ કૈલાના સંપર્કમાં આવેલ હતો અને ટાઈલ્સનો વ્યવસાય કરતો હતો જે તે વખતે તેની પાસેથી ૩.34 લાખ જેટલી રકમ લીધી હતી જેમાંથી 2.70 પરત આપી દીધી હતી જયારે બાકીની રકમ ચુકવવાની બાકી હોય આ બાકીની રકમ આ આરોપીઓએ ઉઘરાણી કરી અપહરણ કરી માર માર્યો હતો બનાવ આધારે પોલીસે આરોપી રઘા મેરજાની ધરપકડ કરી હતી જયારે યોગેશની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW