HomeGujaratમોરબીમાં મહેન્દ્રનગરમાં વ્યાજખોરોએ કરીયાણાનાં વેપારી પાસેથી દૈનિક 500નું વ્યાજ ફટકારી 3.50 લાખ...

મોરબીમાં મહેન્દ્રનગરમાં વ્યાજખોરોએ કરીયાણાનાં વેપારી પાસેથી દૈનિક 500નું વ્યાજ ફટકારી 3.50 લાખ ખંખેર્યા

મોરબીના મહેન્દ્રનગર નજીક પ્રભુકૃપા સોસાયટીમાં દૂધની ડેરી અને કરિયાણાની દુકાન ધરાવતા પટેલ યુવાનને ધંધા માટે નાણાકીય જરૂરિયાત ઉભી થતા દરરોજના 500 રૂપિયા વ્યાજ લેખે 50 હજાર વ્યાજે લઈ 3.50 લાખ ચૂકવી આપવા છતાં વ્યાજખોર સોહીલ સુમરા અને ભવ્યરાજસિંહ ઝાલાએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મહેન્દ્રનગર નજીક પ્રભુકૃપા સોસાયટીમાં દૂધની ડેરી અને કરિયાણાની દુકાન ધરાવતા મૂળ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના જેતપર ગામના વતની અનિલભાઇ હરીલાલભાઇ કંડીયા નામના યુવાનને ધંધામાં બે વર્ષ પહેલા નાણાંની જરૂરત પડતા વિરપરડા ગામના સોહીલભાઇ સુમરા અને ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ ઝાલા પાસેથી દૈનિક 500 રૂપિયા વ્યાજ ચુકવવાની શરતે રૂપિયા 50 હજાર લીધા હતા અને બાદમાં કુલ રૂપિયા 3.50 લાખ ચૂકવી આપ્યા હતાતેમ છતાં આરોપીઓ વધુ રૂપિયાની માંગણી કરતા વેપારીએ સોહિલ સુમરા અને ભવ્યરાજસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW