મોરબી હળવદ રોડ પર આવેલ ઊંચી માંડલ થી નીચી માંડલ ગામ વચ્ચે આવેલ પીર દરગાહ પાસે રાત્રીના સમયે જીજે 13 એ એમ 6047 નંબરની એક ઈકો કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રેલીંગ તોડી પુલ નીચે ખાબકી હતી કાર જેવી નીચે ખાબકી કે તુરંત તેમાં ભરેલી દારુની એક રેલમછેલ થતાં કારમાં દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સ્થળે દોડી
ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજા ગ્રસ્ત કાર ચાલકને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો હતો અને ૧૦૮ને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં મોરબી ૧૦૮ની ટીમના મહેન્દ્રનગર લોકેશનના પાઇલોટ હનીફભાઈ અને ઈએમટી સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ચાલકેને સારવાર અર્થે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો
બીજી તરફ દારુ ભરેલી કાર નીચે ખાબકી હોવાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.

