મોરબી ના વાંકાનેર વિસ્તારમાં છેલ્લા થોડાક દિવસોથી દીપડાના આટાફેરા વધી ગયા હતા. જેથી વાંકાનેર વિસ્તારમાં લોકો ભયભીત જોવા મળી રહ્યા હતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા જોકે ગઈકાલે એક દીપડો પાંજરે પુરાયો હતો અને તેને રામપર વીડીમાં મોકલી દેવામાં આવ્યો હતો જ્યારે વધુ એક દીપડો વાંકાનેર સીમમાં આટાફેરા મારતો હોય જેથી કરીને વન વિભાગે બીજું પાંજરું મૂકી અને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે દીપડો પાંજરે પુરાય તે પહેલા જ ગત મોડી રાત્રીના સમયે વાંકાનેર હાઇવે ઉપર આવેલા ગારીડા ગામના પાટીયા પાસે અજાણી કાર સાથે દીપડો અથડાતા તેનું મોત થયું હતું

ગત મોડી રાત્રે ગારીડા ગામના પાટીયા પાસે અજાણી કાર સાથે અથડાતા દીપડાનું મોત થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને દીપડાને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી જોકે વન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આ દીપડાને પીએમ રિપોર્ટ આવ્યા બાદ અંતિમ વિધિ કરવામાં આવશે અને પ્રાથમિક માહિતી મુજબ આ દીપડો બેથી ત્રણ વર્ષનો હોવાનું વન વિભાગના અધિકારીઓએ અનુમાન લગાવ્યું હતું

