મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં આવેલ ગુજરાત વોટર ઇન્ફાસ્ટ્રકચર લી.ના કેમ્પસમાં આવેલ સ્ટોર રૂમની બારીની ગ્રીલ તોડી એક તસ્કર ગેંગ દ્વારા સ્ટોર રૂમમાં પ્રવેશ કરી સ્ટોર રૂમમાં રાખેલ સબમર્શીબલ પંપ મોટર સેટ- તથા મોટર 11 તથા જુદી જુદી સાઇઝના 10,133 મીટરના કેબલ, મળી કુલ રૂ. 23,44,344 ના માલ સામાનની ચોરી કરી લઇ ગયા હતા બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી આ ગુનાની પ્રથમ તપાસ તાલુકા પોલીસ દ્વારા ચલાવવામાં આવી હતી જોકે આરોપી હાથમાં ન આવતા અંતે વણશોધાયેલ ગુનો શોધી કાઢવા ફરિયાદ એલસીબીબે સોપાઈ હતી
જીલ્લામાં ચોરીના અન ડિટેકટશન વાળા ગુનાના ભેદ ઉકલેવા ડીઆઈજી અશોકકુમાર યાદવ રાજકોટ તથા એસપી રાહુલ ત્રિપાઠી સુચના ને લઇ એલસીબી ઇન્ચા પી આઈ કે જે ચૌહાણ અને પીએસ આઈ એન.એચ. યુડાસમા તથા ટીમ દ્વારા ટેકનીકલ સેલ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવા બનાવ સ્થળનું નિરીક્ષણ કરી, બનાવ સ્થળની આસપાસ સઘન તપાસ કરી ટેકનીકલ માધ્યમ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે ચોરી કરનાર શખ્સોને તેમજ મુદામાલ શોધી કાઢવા તપાસ ચાલી રહી હતી . જે તપાસ દરમ્યાન મળેલ હકિકત આધારે નીચે જણાવેલ કુલ-૦૫ આરોપીઓ ચોરીમાં ગયેલ મુદામાલ તથા ગુનામાં વપરાયેલ વાહનો, મોબાઇલ ફોન સાથે મળી આવતા તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .તેમજ પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાંથી ચોરી થયેલ રૂ. 23,24,344 મોટર ઉપરાંત કેબલ ઉપરાંત રોકડ 2 લાખ,2 બોલેરો કાર 2 ક્રેટા કાર મળી કુલ 43,78,690 ના મુદામાલ કબજે કર્યો હતો
પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા કબુલાત આપી હતી કે તેઓ અલગ અલગ શહેરમાં ભાડાના મકાનમાં રહે છે અને દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં રેકી કરે છે અને જ્યાં પણ મોકો મળે ત્યાંથી મકાન કે ઓફિસમાં તોડ ફોડ કરી પ્રવેશ કરી વસ્તુઓની ચોરી કરી ફરાર થઇ જાય છે.

ઝડપાયેલ આરોપીઓ
(૧) સુનીલભાઇ મનજીભાઇ સોલંકી ભીલ ઉં.વ. ૨૩ રહે. ફુલ મોરબી ૦૨ મોચોડી ઉમીયાનગર નર્મદા કારખાનાની બાજુમાં છાપા વાળા મકાનમાં તાજા મોરબી
(ર) પુરારામ ઉર્ફે પંકજભાઇ મંગારામ ચૌધરી પટેલ રહે, કાટોલ ગામ તા.સાંચીર જી.ઝાલોર (રાજસાાન)
(૩) બજાલાલ ઉર્ફે નનાભાઇ સૌગાજી ગભરામારવાડી વ ૫૦ રહે. અલ થરાવડવા કે.ટી, મીલ પાવર ઉસ સામે તા.હળવદ જી.મોરબી મુળ ગામ ડીવણા દેવનારાયણ મંદિર પાસે તા.આમે જી.રાજસમંદ (રાજસ્થાન)
(૪) દિનેશભાઇ ઉર્ફે દિનો કેશાભાઇ પરમાર, ભીલ ઉ.વ.૨૦ રહે. ગળપાદર નવી જેલ પાછળ મફતીયાપરા
પતરા વાળા પ્રકાનમાં ના ગાંધીધામ જા.ભુજ (કચ્છ) મુળ ગામ અજાપર તા. અંજાર જી.ભુજ (કચ્છ)
(૫) મગનારામ ઉર્ફે મગન વિરપારામ ક્લબીચૌધરી પટેલ ઉ.વ. ૩૩ રહે. વાલ સમૃધ્ધગીન સોસાયટી – ફલેટ નં-૫૦૧ તનમન ચોકડીની બાજુમા તા. અમદાવાદ મુળ ગામ પ્રતાપપુરા તા સાચીર જ.ઝાલીર રાજસ્થાન)
- કબજે કરેલ મુદામાલ
(ર) અલગ અલગ સાઇઝનો કેબલ વાયર આશરે ૮૯૦ કીલોગ્રામ કી.રૂ. ૧૪,૦૮,૦૩૧/ 13) ચોરી કરેલ કેબલ વાયર વેચાણ અંગેના રોકડા રૂપીયા-૨,૦૦,૦૦૦/-
(૧) ટેકનો કંપનીની સબમર્શીબલ મોટર નંગ-૧૭ તથા મોટર પંપ નંગ-૦૭ કુલ કી.૩ ૬,૪૫,૧૫૦૦- (૭) કેડા કાર નંબર-૩-૦1Y-hit7 કિ, ૫,૦૦,000/-
(૪) બોલેરી પીકઅપ ગાડી નંબર-GJ-12-A-120 6.4. ૪,૦૦,000/- (૫) નંબર વગરની નવી બોલેરો પીકઅપ ગાડી કી.રૂ. ૭,૦૦,૦૦૦/-
(6) કેટા કાર નંબર-1-12-05,7200 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ-૬ કી.રૂ ૨૫,૫૦૦ મળી

