HomeGujaratકૃષ્ણ ભગવાનને રાક્ષસ સાથે સરખાવવાના કેસમાં પોલીસે ગોપાલ ઈટાલિયાની કરી ધરપકડ!

કૃષ્ણ ભગવાનને રાક્ષસ સાથે સરખાવવાના કેસમાં પોલીસે ગોપાલ ઈટાલિયાની કરી ધરપકડ!

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેમના વિરુદ્ધ ભગવાન કૃષ્ણનું રાક્ષસ સાથે સરખામણી કરી ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોધાઈ હતી ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને આ મામલે જાણકારી આપી હતી અને બધા ચોંકી ગયા હતા. ગણતરીની મિનિટ બાદ જ પોલીસે ગોપાલને છોડી મુક્યા હતા.

ગોપાલ ઈટાલિયાએ આ ઘટના વિશે ટ્વીટ કરી અને કહ્યું કે- ગુજરાતની જનતાએ ભ્રષ્ટ ભાજપને આપેલી પૂર્ણ બહુમતીવાળી નવી સરકાર કામે લાગી ગઈ છે. ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે. ગઈકાલે મારા દાદીનું અવસાન થયું, આખો પરિવાર દુઃખી છે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ બહુમતી આ કામ માટે મળી હશે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સામે એક પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે દ્વારકા ખાતે જાહેર સભામાં ગોપાલ ઈટાલીયા એ ભગવાન શ્રી કૃષ્ણ ને રાક્ષસો સાથે સરખાવ્યા હતા અને ભગવાનનું અપમાન કર્યું હતું. જેથી સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. આ નિવેદનને લઈને આહિર સમાજના યુવાન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. મૂળ ઉમરાળા તાલુકાના અને હાલ સુરત રહેતા આકાશ આહિરે ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગોપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તારીખ 04/09/2002 ના રોજ મોડી રાત્રે ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ IPC 295A અને IPC 298 ની કલમ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. જે કેસ બાબત ના કેસમાં આજે ઉમરાળા પોલીસે આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી હતી. હાલ તેમની ધરપકડ કરી બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW