HomeGujaratમોરબી જિલ્લાના નેસડા ગામના બાળકોએ ચિત્રથી તમાકુનું વ્યસન છોડવા કરી અપીલ

મોરબી જિલ્લાના નેસડા ગામના બાળકોએ ચિત્રથી તમાકુનું વ્યસન છોડવા કરી અપીલ

મોરબી ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના સયુંકત ઉપક્રમે નેસડા(ખા) ખાતે આવેલી નેસડા(ખા) પ્રાથમિક શાળામાં વ્યસન ની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધોરણ ૫ થી ૮ ના કુલ ૫૪ બાળકોએ ભાગ લીધેલ, અને પોતાની આવડત મુજબ વ્યસન ની જાગૃતિ દર્શાવતા વિવિધ આબેહુબ ચિત્રો દોરવામાં આવેલ, સ્પર્ધામાં પ્રથમ નંબર પર ભાડજા આરવ,તથા દ્રિતીય ક્રમ પર કાખિમી વિજય, તથા તૃતીય નંબર પર માકાસણા કાવ્યાએ મેળવ્યો હતો , વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન ની જાગૃતિ અંગે , વ્યસન ની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ, અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં શાળા આરોગ્ય, ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ, તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ, પી.એચ.સી. નેસડા ના મેડીકલ ઓફિસર ડો.વામજા આર.બી.એસ.કે. ડો. વિશાલ તેરૈયા,પી.એચ.સી. સુપરવાઈઝર ગોસાઈભાઈ, પણ હાજર રહેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય મુકેશભાઈ પટેલ અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW