મોરબીના ગાળા શાપર રોડ પર સીમમાં આવેલા સોલોસ્ટોન ટાઇલ્સ/એન્તોવા ટાઇલ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની ફેકટરીના ગોડાઉનમાં રવિવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી ઘટના ની જાણ થતા મોરબી ફાયર વિભાગની જાણ થતાં ફાયર વિભાગની ટીમને જાણ થતાં ફાયર બ્રિગેડ વોટર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવમાં ગોડાઉનમાં રાખવામાં આવેલ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદ નસીબે બનાવમાં કોઈ જાન હાનિ થઇ ન હતી.

