વિધાનસભા ચુંટણીના કારણે બે મહિનાથી જીએસટી વિભાગની ટીમ શાંત જોવા મળતી હતી હવે ચુંટણી પૂર્ણ થતાની સાથે ફરી એકવાર વિવિધ એજન્સીઓ પોતાના રેગ્યુલર કામગીરી માટે સક્રિય થવા લાગી હોય તેમ ધડાધડ અલગ અલગ જગ્યાઓ પર ફરીવાર દરોડા પડવાના શરુ થવા લાગ્યા છે મંગળવારે મોરબી જિલ્લામાં સી જીએસટીની ટીમે ધામા નાખ્યા હતા અને રેકઝીન યુનિટ પર આ ટીમ વહેલી સવારે આવી પહોચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ બન્ને ફેકટરી ટંકારા તાલુકા મથક વિસ્તારમાં આવેલ સ્વીઝર પોલી પ્લાસ્ટ અને શાલદીપ કોટિંગમાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી અને બન્ને ફેક્ટરી માંથી અન્ડર ઇન્વોઇસ તેમજ બોગસ બિલીંગ થાકી રૂ 40 લાખની જીએસટી ચોરી કરી હોવાનું સામે આવતા તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

