HomeGujaratટંકારા : ઉગમણા નાકાનો ગેટ ધરાશાયી થયો, સદનસીબે બનાવ વખતે કોઈ હાજર...

ટંકારા : ઉગમણા નાકાનો ગેટ ધરાશાયી થયો, સદનસીબે બનાવ વખતે કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી(જુઓ વિડીયો)

ટંકારા ગામના ઉગમણા નાકા પાસે આવેલ પ્રવેશ દ્વાર સમો જુનો ગેટ મગળવારે બપોરના ધડાકાભેર તૂટી પડ્યો હતો.સામાન્ય રીતે માણસની સતત અવર જવર વાળા આ પ્રવેશ દ્વાર ધડાકાભેર પ્રવેશ દ્વાર તૂટી પડતા થોડી વાર માટે લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.આસપાસ હાજર લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. બનાવ વખતે એક સ્કુલ બસ ત્થોયાંથી j પસાર થઇ રહી હતી પરંતુ ગેટ પાસે પહોચે તે પહેલા બનાવ બન્યો હતો.

તો ગેટ નીચે કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ધટના થતા સહેજમાં ટળી હતી ગેટ તૂટી પડવાની ઘટનામાં સદ નસીબે કોઈ જાનહાની ન થતા હાજર લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો

બનાવ બાદ ટંકારા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લોકોને ત્યાંથી દુર કર્યો હતો તેમજ ગ્રામ પંચાયતના હોદેદારો સાથે મળી કાટ માળ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW