HomeGujaratટંકારાના જબલપુરમાં તસ્કરોના ધામા,ગત રાત્રીના ત્રણ દુકાનના તાળા તૂટયા

ટંકારાના જબલપુરમાં તસ્કરોના ધામા,ગત રાત્રીના ત્રણ દુકાનના તાળા તૂટયા

મોરબી જિલ્લામાં શિયાળાના આગમન વચ્ચે રાત્રીના ઠંડીનું જોર જેમ વધી રહ્યું છે. તેમ તેમ તસ્કરોની ગરમી પણ વધી રહી છે. ટંકારાના તિરુપતિ એન્ટરપ્રાઇઝમાં જીરુંના બોરીની ચોરી બાદ ગત રાત્રે વધુ ત્રણ દુકાનો તૂટી હોવાનું સામે આવ્યું છે. જબલપુર ગામે તસ્કરોએ ત્રણ દુકાનમાં ચોરી કરી હતી. પણ મંદિરમાંથી કઈ હાથ ન લાગ્યું ન હતું.

ટંકારા પંથકને તસ્કરોએ વિધાનસભાની ચૂંટણી ટાંકને સતત નાની મોટી ચોરીને અંજામ આપી ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. જેમાં થોડા દિવસો પહેલા તસ્કરો ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ તિરુપતિ એન્ટરપાઈઝ નામના ગોડાઉનને નિશાન બનાવીને રૂ.8 લાખથી વધુ કિંમતનું જીરું અને વજન કાંટાની ચોરી કરી ગયા હતા. આ બનાવમાં ત્રણથી ચાર શખ્સો ચોરી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા હતા. આ આખી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ હજુ પોલીસ આ તસ્કરોની ભાળ મેળવે તે પહેલાં વધુ એક જગ્યાએ ખાતર પાડ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW