મોરબીના સિરામિક ઝોનમાં આવેલ ફેક્ટરીમાં અવાર નવાર માટીના ઢગલાની આસપાસ રમતા કે ત્યાં સુતેલ બાળકો પર અવાર નવાર અકસ્માત રીતે મરી જવાની ઘટના બનતી હોય છે. મોટા ભાગની ઘટનામાં બેદરકારી સામે આવતી હોંવા છતાં કોઈ પગલા લેવાતા ન હોવાની વાત સામે આવી છે ફેકટરીઓના રહેતા મજૂરોના બાળકો માટે ઘોડિયા ઘરની વ્યવસ્થા કરવામાં આવતા હોવાથી બાળકો ફેક્ટરીમાં માતા પિતા પાસે કામના સ્થળે રમતા હોય અને અકસમાંતનો ભોગ બનતા હોય છે આવી એક ઘટના બની હતી જેમાં મોરબી તાલુકામાં લાલપર ગામે સિરામિકની ફેક્ટરીમાં માટીના ઢગલા નીચે અકસ્માતે દટાઇ જતા બાળકનું મોત થયું હતું બનાવની જાણ થતા બાળકીને પીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ મૂળ યુ.પી.નો વતની અને હાલ કમાન્ડર સીરામીકની મજુર ઓરડીમાં રહેતા ૧૦ વર્ષીય રવિત નંદલાલ કોલ લાલપર ખાતે આવેલા કમાન્ડર સીરામીકમા માટીના ઢગલા નીચે અકસ્માતે દટાઇ ગયો હતો. જેને પગલે તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બાદ મોરબી તાલુકા પોલીસ થતા પોલીસે અકસ્માત મોત બનાવ અંગે નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

