HomeGujaratમોરબી: નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા યુવાનનું પાણીના વ્હેણમાં તણાઇ જતાં મોત

મોરબી: નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા યુવાનનું પાણીના વ્હેણમાં તણાઇ જતાં મોત

મોરબીના નર્મદા કેનાલમાં એક યુવક ન્હાવા પડ્યો હતો. દરમિયાન અકસ્માતે યુવાન પાણીના પ્રવાહમાં તણાઇ ગયો હતો અને પાણીમાં ડૂબવાથી તેનું મોત થયું હતું. બનાવ બાદ મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્મોયું હતો રબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ મોરબીના હિલસેરા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમા રહેતો મૂળ રાજસ્થાનનો વતની અને 19 વર્ષીય યુવક અભિષેક દિનેશચંદ ગુર્જર ગત તા.21 રોજ ના બપોરના સમયે હિલસેરા સીરામીક કારખાના પાછળ નીકળતી નર્મદા કેનાલના પાણીમાં ન્હાવા ગયો હતો. પાણીમાં પ્રવાહ તેજ હોવાથી યુવક તણાય ગયો હતો અને ગુમ થઇ ગયો હતો અને ગત તા.23 ૨ ના રોજ 12 વાગ્યાની આસપાસ તેનો મૃતદેહ કોહવાયેલ હાલતમાં મળી આવ્યો હતો જે બાદ પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW