મોરબીના વાઘપરા શે.નં. 10 વિસ્તારમાં રહેતો અને મોબાઈલ રીપેરીંગનું કામ કરતા રાજેશભાઇ તુલસીભાઇ ભોજવાણી નામના વેપરી યુવકે અલગ અલગ શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને આ શખસો પાસે કોઈ પણ પ્રકારનુ લાયસંસ ન હોવા છતાં આરોપીઓએ ઉચા વ્યાજ ચુકવ્યું હોવા છતાં આરોપીઓ દ્વારા ઉચા વ્યાજે પઠાણી ઉઘરાણી કરી ચેકમાં ખોટી રીતે સહીઓ કરાવી લીધી હતી અને આરોપીઓ દ્વારા ધાકધમકી આપી હતી એથી યુવક કંટાળી જઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં ખસેડાયો હતો બનાવ બાદ યુવકે દિપકભાઇ ગોગરા – બોરીચા રહે. વાઘપરા શે.નં. ૧૫ મોરબી તથા, ફારૂકભાઇ જેડા મુકેશભાઇ મોચી રહે. રણછોડનગર નવલખી રોડ મોરબી, નરેન્દ્રસિંહ જાડેજા રહે. મોરબી, દિવ્યરાજસિંહ જાડેજા રહે. મોરબી તથા રમેશભાઇ ભરવાડ રહે. વાવડી રોડ મોરબી તથા લાલાભાઇ ભરવાડ રહે. વાવડી રોડ મોરબી હાલ. રહે. રાજકોટ, જીતુભાઇ શર્મા (પ્રેમ જયુસ રવાપર રોડ) મોરબી, ડેવીડ અનીલભાઇ રાજા (ઠક્કર) રહે. રવાપર રોડ સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ મોરબી, અશ્વીનભાઇ પટેલ (રાજ મોબાઇલ જડેશ્વર મંદીર પાસે) તથા શિવુભા ઠે. પરસોતમ ચોક મોરબી, વિરૂભા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોધાઇ હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધાવી હતી ફરિયાદ આધારે એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ipc 384, 504,506 અને ગુજરાત મની લેન્ડર્સ એક્ટ 2011 અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

