મોરબી શહેર નજીક નેશનલ હાઈવે પર આવેલ બેફામ ઝડપે આવેલ એક ટ્રકે બાઈકને ઠોકર મારતા યુવકને હડફેટે લેતા યુવકને ગંભીર ઈજા પહોચતા તેનું મોત થયું હતું બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી શહેર નજીક નેશનલ હાઈવે પર કપીલભાઈ ફૂલતરિયા નામનો ૨૫ વર્ષનો યુવાન તેનુ સ્પેલેન્ડર મોટર સાયકલ રજી.નં. જી.જે.૦૩ એફ.આર.૯૬૧૨ વાળુ લઈને જતો હતો તે દરમિયાન શુક્રવારે સાંજના સવા છએક વાગ્યે શક્તિ ચેમ્બર સામે વાંકાનેર-મોરબી હાઈવે રોડ ઉપર જતો હોય તે વખતે એક.જી.જે.૩૬ ટી.૭૦૨૫ નંબરના ટ્રક ચાલકે તેનુ ટ્રક પુરઝડપે બેદરકારીથી ચલાવી કપિલભાઈને મોટર સાયકલના પાછળના ભાગે ભટકાડી અકસ્માત કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી ફરાર થઇ ગયો હતો બનાવ અંગે મૃતકના ભાઈ હર્ષદભાઈ ડાયાભાઈ ફુલતરીયાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

