HomeGujaratમોરબી શહેરના 20 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો,મહેસુલ વિભાગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

મોરબી શહેરના 20 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો,મહેસુલ વિભાગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

મોરબી શહેરના વાવડી રોડ વિસ્તાર કુબેરનગર વિસ્તાર સહીત અલગ અલગ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી સામાજિક સંસ્થાઓ દ્વારા રાજ્ય સરકારમાં માંગણી કરવામાં આવી હતી લાંબા સમયની માગણી રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી હતી અને ગત તા 29 ઓક્ટોબરના રોજ આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેર નામાં મુજબ મોરબી શહેરના એ ડીવીઝન વિસ્તારમાં આવતા વાવડી રોડ ,વિસ્તારમાં આવતા જનકનગર વિસ્તાર,ન્યુ જનકનગર,રવિ પાર્ક સોસાયટી,ન્યુ ગાયત્રીનગર,નંદનવન સોસાયટી,કુબેરનગર ગાયત્રીનગર મીરા પાર્ક વિસ્તાર આ ઉપરાંત લખધીરવાસ, બક્ષીશેરી,જોડિયા હનુમાન શેરી,બુઢાબાવાની શેરી,ચૌહાણ શેરી,વિશ્વકર્મા શેરી,રામનાથ મહાદેવ મંદિર શેરી,નવદુર્ગા ચોક,મોટી મધાણી શેરી,ખત્રીવાડ,સ્વામીનારાયણ મંદિર શેરી સહિતના વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યું છે
આ જાહેરનામું પ્રસિદ્દ થતા હવે આ વિસ્તારમાં દુકાન અને મકાન સહિતની મિલકતના ખરીદ વેચાણ માટે કલેકટરની પરવાનગી ફરજીયાત કરવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW