ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના સોનલબેન છગનભાઈ ચૌહાણ નામની 20 વર્ષની યુવતીને આજથી ચાર દિવસ પહેલા
મોઢામાં ચાંદી પડેલ હોય જેથી પ્રથમ સારવાર ટંકારાની શિવ હોસ્પિટલમાં દવા તેમજ ઇન્જેક્શન લીધા હતા જે બાદ તેની તબિયત લથડી હતી જે બાદ બીજી એક ટંકારા બાદ ફરી પાછી તબિયત બગડતા વેદ હોસ્પિટલ ટંકારા બાદ વધુ તબિયત બગડતા મોરબી આયુષ હોસ્પિટલમાં સારવારમાં લાવતા બાદ વધુ તબિયત બગડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવી હતી જ્યાં તા ઇમરજન્સી ફરજ પરના ડોક્ટર એલ કે ચૌહાણે તપાસી તા. ૨૨/૧૦/૨૦૨૨ના યુવતીનું મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું બનાવ અંગે ટંકારા પોલીસે એડી નોધી કાયદેસર કાર્યવહી હાથ ધરી હતી. આ ઘટનામાં મૃતકના પરીજનોએ ડોક્ટર પર બેદરકારી દાખવવાનો આરોપ મુક્યો છે

