દિવાળીનો તહેવાર આવે એટલે ઘરના સુશોભન સાથે આંગણે અચૂક રંગોળીનું સર્જન કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં પ્રથમવાર મોરબી નગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા રંગારંગ મહોત્સવ અન્વયે ઓપન મોરબી રંગોળી હરીફાઈ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે. જે રંગોળી હરીફાઈ તા. ૨૨ ઓક્ટોબરને શનિવારે બપોરે ૨ થી સાંજે ૦૬ : ૩૦ કલાક સુધી મયુર પુલ પરની ફૂટપાથ પર યોજાશે.આ રંગોળીને સાંજે ૦૭-૩૦ વાગ્યાથી નગરજનો નિહાળી શકશે.
ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં પ્રથમ,દ્રિતિય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકને સોના-ચાંદીનો પુરસ્કાર તથા અને અન્ય ઇનામો આપવામાં આવશે. તેમાંય દરેક સ્પર્ધકને સર્ટિફીકેટ તથા સોના-ચાંદીની ખરીદી માટેના આકર્ષક વાઉચર પણ આપવામાં આવશે. તથા સ્પધામાં ભાગ લેનાર ૧૨ વર્ષથી નીચેની દિકરીઓને સોનાની નાકની ચૂક પણ પ્રદાન કરવામાં આવશે. તેમ મોરવી નગરપાલીકા અને રોટરી કલબની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં ભાગ લેવા માટે સ્પર્ધકે રજીસ્ટ્રેશન ફી રૂ.૧૫૦ ભરવી આવશ્યક છે. તેના માટે ક્વીન્સ કેક, વસંત પ્લોટ ૬, સ્ટેવેલ જીમની બાજુમાં, શનાળા રોડ મોરબી મો.૯૩૭૬૬ ૫૨૩૬૦ અને મેં.ગણેશ સિમેન્ટ કું. જીઆઈડીસી મેઈન રોડ શનાળા રોડ મોરબી ખાતે મો ૯૨૨૮૮ ૯૭૩૭૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

