મોરબી જીલ્લામા ચોમાસુ પાક તૈયાર થવા લાગતા હવે યાર્ડમાં આવવા લાગ્યા છે.મોરબી યાર્ડમાં ગયા સપ્તાહ દરમિયાન 7896 ક્વિન્ટલ કપાસની આવક થઇ હતી હાલ યાર્ડમાં કપાસની ચિક્કાર આવક થઈ રહી છે. ખેડૂતોને પુરતા ભાવ મડી રહ્યા છે. ચાલુ સપ્તાહ દરમિયાન ખેડૂતોને મણદીઠ ૧૫૦૦થી 1880 સુધીનો ભાવ મળતા ખેડૂતોમાં સંતોષની લાગણી પ્રસરી ગઇ છે.દિવાળી નજીક આવતા ખેડુતો પોતાની જાણસી વેચવા આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં આવક વધે તેવી સંભાવના સેવાઈ રહી છે.
ચાલુ વર્ષે મોરબી માળિયા તાલુકામાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાના કારણે અનેક ગામડામાં કપાસ અને મગફળી પાકને નુકસાન થયું હતું. જોકે ટંકારા વિસ્તારમાં તેમજ મોરબી તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરીયાત મુજબ વરસાદ થવાથી આ ગામડામાં કપાસનો સારો એવો પાક ઉતર્યો હતો તો જે વિસ્તારમાં નુકસાની બાદ પણ જે પાક વધ્યો હતો તે પાક વેચવા યાર્ડ તરફ આવવા લાગ્યા છે. મોરબી જીલ્લાના સૌથી મોટા માર્કેટીંગ યાર્ડમાં કપાસની ચિક્કાર આવક થવા લાગી છે. મોરબીના માર્કેટીંગ યાર્ડમાં ગત સોમવારથી શનિવાર સુધીમાં 7896 ક્વિન્ટલ કપાસની આવક થતાં વેપારી દ્વારા ખરીદી કરવામાં આવી હતી. ગતશનિવારે તો સીઝનની સૌથી વધુ 1563 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ચાલુ વર્ષે ખેડૂતોને મણદીઠ 1550થી 1880 સુધી ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી. દિવાળી પૂર્વે ખેડૂતોને પોતાના પાકનો પૂરતો ભાવ મળી રહ્યા છે જેના પગલે આગામી દિવસોમાં ખેડૂતો પોતાની જણસીના પૂરતા પ્રમાણ ભાવ મળતા હોવાથી દિવાળી સુધીમાં વધુ કપાસ ની આવક થાય તેવી સંભાવના છે.

