HomeGujaratમોરબી જિલ્લા કલેકટરને વાયરલ ફીવર થતા રાજકોટ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે...

મોરબી જિલ્લા કલેકટરને વાયરલ ફીવર થતા રાજકોટ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા

 રાજ્ય સરકાર દ્વારા આઇ.એ.એસ. અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા કલેક્ટર તરીકે જે.બી. પટેલની બદલી કરવામાં આવી છે. તેઓનું સ્થાન ટેક્નીકલ એજ્યુકેશન વિભાગમાં ડિરેક્ટર તરીકે કાર્યરત જી.ટી. પંડ્યા એ લીધુ છે. આજરોજ તા. ૧૪ ઓક્ટોબરના રોજ તેઓએ મોરબી જિલ્લા કલેક્ટર તરીકેનો પદભાર સંભાળી લીધો છે.જોકે જી ટી પંડ્યાએ ચાર્જ સંભાળ્યાના બીજા દીવસે મોરબીમાં કેબીનેટ મીનીસ્ટરની હાજરીમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આ આયોજનમાં ખુદ કલેકટર જી ટી પંડ્યા ગેરહાજર જોવા મળતા અનેક તર્ક વિતર્ક થયા હતા. આ અંગે તપાસ કરતા એવી હકીકત સામે આવી હતી કે કલેકટરને વાયરલ ઇન્ફેકશન થતા રાજકોટ સારવાર અર્થે ખસેડવાની જરૂર પડતા હાજર થયાના બીજા જ દિવસે રજા પર ઉતરી ગયા હતા.

મોરબીના નવ નિયુક્ત જિલ્લા કલેક્ટરે પદભાર સંભાળતાની સાથે જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાને વિકાસની નવી દિશાઓ આપી પોતાનો ઇન્ડસ્ટ્રીયલ વિભાગનો અનુભવ કામે લગાડી ઇન્ડસ્ટ્રીઝ હબ ગણાતા મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમોને વધુ ઊંચાઇ અપાવવા પ્રયાસ કરશે. તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત કલેક્ટર જી.ટી. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે વધુ સારી કામગીરી થાય તેવા પ્રયાસો હાથ ધરી સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલીસી અંતર્ગત ચાલતી યોજનાઓનો જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓને વધુને વધુ લાભ પહોંચાડવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

મૂળ અમરેલી જિલ્લાના જી.ટી. પંડ્યા 2011 બેચના આઇ.એ.એસ. અધિકારી છે. તેઓ માઇનીંગ એન્જિનીયરીંગમાં બી.ટેક.ની ડિગ્રી ધરાવે છે. અગાઉ તેઓ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશ્નર, છોટા ઉદેપુર જિલ્લામાં અધિક કલેક્ટર, રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત મેડીકલ સર્વિસ કમિશનના મેનેજિંગ ડિરેક્ટર તેઓએ પોતાની સેવા આપી છે અને છેલ્લે તેઓ ટેક્નીકલ એજ્યુકેશન વિભાગ રાજ્ય સરકારના ડિરેક્ટર તરીકે તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા તેઓની મોરબી જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW