મોરબી સહિત રાજ્યમાં આગામી 16 ઓક્ટોબરના રોજ ડેપ્યુટી સેક્સન ઓફિસરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં આગામી 16 ના રોજ.સવારે 11થી1 દરમિયાન અલગ અલગ 11 પરીક્ષા કેન્દ્ર પર પરિક્ષા લેવાશે. મોરબી જિલ્લાના 2957 ઉમેદવાર પરીક્ષા આપશે આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્રણ ઝોનલ કચેરી થકી પ્રશ્ન પત્ર કેન્દ્ર પર પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે આ માટે અલગથી સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. તો પરીક્ષા કેન્દ્ર પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ પરિક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ની પરીક્ષા આગામી તા. 16 ના લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, એન.કે.મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડ્યું છે.
જાહેરનામા અનુસાર મોરબી ખાતે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-3 ની જગ્યાઓ પર ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100મીટરના વિસ્તારમાં તા.16 રવિવારના રોજ પરીક્ષા સમય 11 થી 01 કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોરબી એસ.વી.પી કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, કન્યા છાત્રાલય કેમ્પસ, ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, કન્યા છાત્રાલય કેમ્પસ, ન્યુ ઓમ શાંતિ ઇંગ્લિશ મિડીયમ વિદ્યાલય, સરદાર બાગ સામે, શનાળા, નવયુગ વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, શનાળા રોડ, ધી વી.સી.ટેક હાઇસ્કુલ, વી.સી.ફાટક પાસે, નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, નિર્મળ વિદ્યાલય, શિવપાર્ક સોસાયટી, રવાપર કેનાલ રોડ, કિષ્ના સ્કૂલ, રવાપર ધુનડા રોડ, સાર્થક વિદ્યાલય, એલ.ઈ.કોલેજ રોડ, કેશર બાગ સામે, ઉમા વિદ્યા સંકલ, ઉમા ટાઉનશીપ, ધરમપુર રોડ, સર્કિટ હાઉસ પાસે, સેન્ટ મેરી સ્કુલ, નવલખી રોડ, મોરબી સહિતના સ્થાનો પર લેવામાં આવશે જ્યાં ઉપરોક્ત જાહેરનામાનું પાલન કરવાનું રહેશે

