વિધાનસભા ચુંટણીને પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા -પ્રજા સુધી સરકારની સિદ્ધિ અને વિકાસ કામ લોકો સુધી પહોચાડવા દ્વારકાથી ગૌરવ યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રા શુક્રવારે મોરબીથી નીકળી શનિવારે રાત્રે હળવદ પહોચી હતી હળવદમાં રાત વાસા બાદ આં યાત્રા હળવદથી નીકળી રહી હતી તે દરમિયાન હળવદના કોયબા ગામે પહોચી હતી અહી રસ્તા પર તંત્ર દ્વારા આડેધડ સ્પીડ બ્રેકર ખડકી દેવામાં આવ્યા છે.

જેના કારણે ભૂતકાળમાં અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે આવા j એક અકસ્માતનો ભોગ ભાજપની ગૌરવ યાત્રા બની હતી અને કોયબા પાસે અચાનક એક બમ્પ સામે આવી જતા એક કારને બ્રેક મારી હતી જજોકે આ બ્રેક એટલી ઝડપી હતી કે પાછળ આવી રહેલી અન્ય કારના ચાલક કાબુ રાખી શક્યા ન હતા અને એકની પાછળ એક એમ પાચ જેટલી કારને ટક્કર લાગી ગઈ હતી આ યાત્રામાં કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલા પણ હાજર હતા સદનસીબે આ ગૌરવ યાત્રામાં કોઈ મોટી જાનહાની થઇ ન હતી


