મોરબી શહેરમાં અવાર નવાર ઘરફોડી કે દુકાનના તાળાં તુંટુવાની ઘટના બનતી હોય છે જોકે હવે તસ્કરો નવા જ પ્રકારની ચોરી તરફ વળ્યા હોય તેમ છેલ્લા કેટલાક સમયથી હવે એસી કમ્પ્રેશર ચોરી તરફ વળ્યા હોય તેમ લાગી રહ્યું છે શહેરમાં એસીના કમ્પ્રેસર તોડી તેમાંથી કોપર વાયર તેમજ અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરતી ટોળકી સક્રિય બની છે તાજેતરમાં માધવ માર્કેટમાં 4 એસી કમ્પ્રેશર ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે,
મોરબી શહેરના શનાળા રોડ પરની માધવ માર્કેટને નિશાન બનાવી હતી માધવ માર્કેટમાં આવેલ કેટલીક ઓફીસના એસી કમ્પ્રેશરમાં ચોરી કરી તસ્કરો ફરાર થયા ગયા હતા શહેરમાં મુખ્ય વિસ્તારમાં આ રીતે ચોરી કરતી ગેંગ જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે ત્યારે હવે પોલીસ આવા તત્વોને ઝડપી લે તેવી વેપારીઓમાંથી ફરિયાદ ઉઠી છે.

