ગુજરાતની જનતાને આકર્ષવા માટે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે તેઓ દાહોદમાં સભા યોજ્યા બાદ તિરંગા યાત્રામાં ભાગ લેવા વડોદરા પહોંચ્યા હતા. જ્યાં તેમણે રોડ શો દરમિયાન એક નિવેદન આપ્યું હતું. જે હાલ ચર્ચાનો વિષય બન્યું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના કંસના નિવેદન પર ભાજપે વળતા પ્રહારો શરૂ કરી દીધા છે.
અરવિંદ કેજરીવાલના કંસના નિવેદન પર ભાજપ નેતા ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, કેજરીવાલ પોતાની જાતને કૃષ્ણ માને છે. પરંતુ મહાઠગ ગપ્પીદાસને ગુજરાતની જનતા ઓળખે છે. કેજરીવાલ વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં પોસ્ટર લાગ્યા છે. પોસ્ટર લગાવનારાને કેજરીવાલે કંસના વંશજો ગણાવ્યા છે. ભાજપના નેતા હરીશ ખુરાનાએ પણ કેજરીવાલને આડેહાથ લીધા છે. તેમણે ટ્વીટ કરીને કેજરીવાલના નિવેદનને ખોટું પાડ્યું છે. તેમણે જણાવ્યું છે કે, શું તમે ગુજરાતની જનતાને મૂર્ખ માનો છો? તમે કહી રહ્યા છો કે તમારો જન્મ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે થયો હતો, પરંતુ સત્ય એ છે કે તમારો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ થયો હતો અને તે વર્ષે જન્માષ્ટમી 15 ઓગસ્ટના રોજ હતી. મત માટે પોતાને કૃષ્ણભક્ત તરીકે બતાવવા માટે કંઈપણ…

