મોરબીના મકનસર ગામની સીમમાં આવેલ વિરજીભાઇ ની વાડી મા કામ કરતી રાજુબેન ભુપતભાઇ ગમારા નામની 33 વર્ષીય મહિલાને અચાનક કોઈ વીજશોક લાગતાં ત્યાં ઢળી પડ્યા હતા જે બાદ તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

