રંગીલું રાજકોટ હવે દિવસે દિવસે ક્રાઈમ નગરી રાજકોટ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે શહેરમાં ચોરી ધાડ લૂંટના બનાવ તેજ ગતીએ વધી રહ્યા છે. જોકે ક્યારેક એવી ઘટના બની જતી હોય છે કે લોકોના રક્ષક જ ખુદ ભક્ષકની ભૂમિકા ભજવે તો લોકો કોના પર ભરોશે કરે તે સવાલ ઉઠ્યા છે
રાજકોટ શહેરના અત્યંત પોશ વીસ્તાર ગણાતા એવા રોયલ પાર્ક વિસ્તારમાં રહેતા અને બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલ પ્રભાતભાઈ સિંધવની પુત્રી લંડન જતી હોવાથી પરિવાર સાથે તેણે એરપોર્ટ મુકવા અમદાવાદ ગયા હતા જયારે તેમનો ૧૪ વર્ષનો દીકરો જશ ઘરે એકલો હતો પરિવાર તેને ઘરમાં ચોકીદારી કરતા શખ્સના ભરોષે મુક્યો હતો પરંતુ ચોકીદારે પોતાનું પોત પ્ર્કાસ્યું હતું અને પ્રભાતભાઈના પુત્રને બંધક બનાવી ઘરમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળી લાખોની કિમતની મિલકતની લુટ કરી ફરાર થઇ ગયો હતો. પરીવારના સભ્યો ઘરે આવ્યા ત્યારે ઘરની સ્થિતિ જોઈ અજુગતું થયું હોવાનું સામે આવ્યું હતું જે બાદ તેઓએ પુત્ર જશને બચાવી સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હતી બનાવની જાણ થતા રાજકોટ પોલીસના ડીસીપી, એસીપી પીઆઈ પીએસઆઈ સહીતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

