HomeGujaratમુંબઈ: બાંદ્રા વરલી સી લિંક પર ગોઝારો અકસ્માત, 5નાં મોત

મુંબઈ: બાંદ્રા વરલી સી લિંક પર ગોઝારો અકસ્માત, 5નાં મોત

બાંદ્રા વરલી સી લિંક પર ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં પાંચ વ્યક્તિ એ જીવ ગુમાવ્યા છે. બાંદ્રાથી વરલી તરફની લેનમાં અકસ્માત થતાં કારનો કુડચો બોલી ગયો છે.

મુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ આજે પરોઢિયે મુંબઈના બાંદ્રા વરલી સી લિંક પર ગોઝારો અકસ્માત થયો. જેમાં એમ્બ્યુલન્સ સાથે કેટલીક ગાડીઓ અથડાઈ જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા. અકસ્માત બાંદ્રાથી વરલી તરફની લેનમાં થયો. અહીં પહેલેથી એક અકસ્માત થયો હતો જેમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. રસ્તા પર એમ્બ્યુલન્સ અને કેટલીક ગાડીઓ ઊભી હતી.

ત્યારે અચાનક ત્યાં પૂરપાટ ઝડપે ગાડીઓ આવી રહેલી ગાડીઓ પહેલેથી ઊભેલી ગાડીઓ અથડાઈ. જેની ઝપેટમાં ત્યાં ઊભેલા લોકો પણ આવી ગયા. ગોઝારા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે ત્યાં ઊભેલી ગાડીઓ પાસે લોકો ઊભા હતા અચાનક ત્યારે જ પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ટક્કર મારી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW