HomeGujaratમોરબી સહીત રાજ્યના 20 પાલિકાના ચીફ ઓફિસરની બદલી,કડક અધિકારીની છાપ ધરાવતા સંદીપ...

મોરબી સહીત રાજ્યના 20 પાલિકાના ચીફ ઓફિસરની બદલી,કડક અધિકારીની છાપ ધરાવતા સંદીપ સિંહ હળવદ મુકાયા

વિધાનસભા ચુંટણી નજીક આવતાની સાથે અધિકારીઓની બદલીના ધડાધડ ઓર્ડર થઇ રહ્યા છે ત્યારે વહીવટી વિભાગમાં ફરી એકવર મોટી બદલીના આદેશ થયા છે નવા આદેશ મુજબ મોરબી સહીત રાજ્યની 20 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે મોરબીમાં નિમણુક થયાને હજુ એક વર્ષ કરતા પણ ઓછો સમય થયો છે તેવા સંદીપસિંહની પણ અચાનક બદલી થઇ જતા ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે સંદીપસિંહ ઝાલાની છાપ કડક અને નિડર અધિકારી તરીકે થતી હોય છે તેમના કાર્યકાળ દરમિયાન આળસુ અને બેદરકાર કર્મચારીઓ પણ કામ કરવા દોડતા થઇ ગયા હતા ત્યારે આવા અધિકારીની બદલી કરી હળવદમાં મુકવામાં આવતા લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે મોરબી પાલિકામાં હાલ નવા ચીફ ઓફિસરની નિમણુક કરવામાં ન આવી નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW