ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં આવેલ રમેશભાઈ ઘોડાસરાની વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા શ્રમિક પરિવારના રાજેશભાઇ નવલસિંહ વાખલા નામના 17 વર્ષના સગીર બે દિવસ પહેલા વાડીમાં હતો તે દરમિયાન વિછીએ ડંખ માર્યો હતો જેના કારણે સગીરને ઝેરી અસર થતા પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમિયાન સગીરનું મોત થયું હતું. બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી

