મોરબી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરવા બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા હોય છે જેમાં ઘણા કિસ્સામાં પોલીસની નજર ચૂકવી દારૂની હેરાફેરી કરવામાં સફળ થઇ જાય છે તો ક્યારેક પોલીસની ઝપટે ચઢી જતા તમામ મુદામાલ પોલીસ મથક સુધી પહોચી જતો હોય છે મોરબી એલસીબીની ટીમે આવો જ એક દારૂની હેરાફેરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો હતો બનાવની મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના સોખડા ગામ જવાના રસ્તે કિશન ગઢ ગામની સીમમાંથી જીજે 07 Z 7524 નંબરની ટ્રકમાંથી મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી બાતમી આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવતા કચ્છ જીલ્લો પુરવઠા વિભાગનું આગળ બોર્ડ લગાવેલ ટ્રક મળી આવ્યો હતો જેની તલાસી લેતા તેમાંથી 11.82 લાખનો અલગ અલગ બ્રાંડનો 9636 બોટલ ઈંગ્લીસ દારૂ તેમજ 1416 ટીન બીયર મળી આવતા પોલીસે ટ્રક ચાલક મદન અજુદી ક્ન્છેદી વિશ્વકકર્માં નામના ટ્રક ચાલકને ઝડપી લીધો હતો જેની પુછપરછ કરતા દારૂ સોખડા ગામના નયન રાયકા ગઢવી નામના શખ્સે મગાવ્યો હોવાનું સામે આવ્યુ હ્તું. જે બાદ પોલીસે 13.23 લાખનો દારૂ બીયરનો જથ્થો તેમજ રૂ 7 લાખનો ટ્રક જપ્ત કર્યો હતો. બનાવ અંગે બન્ને આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

