ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે આજે પણ કૉંગ્રેસે ગૃહમાં હોબાળો કર્યો હતો. કૉંગ્રેસે સરકારને લમ્પી વાઈરસ મુદ્દે પ્રશ્નો કર્યા હતા પણ સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર જ ન હતી. સરકારે કોઈ જવાબ ન આપ્યો હોવાના આક્ષેપ સાથે કૉંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરી દીધું હતું.
કોંગ્રેસે ગૃહમાં મોંઘવારી મુદ્દે ચર્ચાની માંગ કરી. સાથે જ લમ્પી વાયરસ, મોંઘવારી મુદ્દે સવાલો ઉઠાવ્યો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ નક્કી કરેલા વિષય સિવાય મુદ્દો ઉઠાવતા અધ્યક્ષે ટકોર કરી હતી. આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, છેલ્લા દિવસના પ્રસ્તાવમાં 1 કલાકનો સમય છે ત્યારે ચર્ચા કરીશું. આ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ગૃહમાં ન્યાય આપો, ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ વિધાનસભા ગૃહના ચોમાસું સત્રનો બીજો દિવસ પણ હંગામીભર્યો શરૂ થયો.

વિપક્ષના ધારાસભ્યોએ લંપી વાયરસ અગે ચર્ચા માટે યોગ્ય સમય માંગ્યો. જોકે, પહેલા સમય ન માંગ્યો હોવાથી અધ્યક્ષે સમય ના આપ્યો. આ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વૉક આઉટ કર્યું. આ બાદ ગૃહમાં શહેરી વિકાસ રાજય મંત્રી વિનોદ મોરડિયાએ ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક રજુ કર્યું.

