હળવદ તાલુકાની મેરુપર ગામમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમા આવેલ હોસ્ટેલમાં રહેતી અને ત્યાં અભ્યાસ કરતી 17 જેટલી છાત્રાઓને રવિવારે સાંજના સમયે અચાનક હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જે બાદ શિક્ષણ વિભાગ દોડતું થઇ ગયું હતું વિધાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો કે શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવ્યા વિના સીધી ટેસ્ટનું આયોજન કરી દીધું હતું વિધાર્થીનીઓએ તેમની તૈયારી ન હોય અને તેમણે અભ્યાસ પણ કરાવ્યો ન હોય જેથી પહેલા અભ્યાસ કરાવી તેમણે તૈયારીનો સમય આપવામાં આવે તેવી માંગણી કરી હતી જોકે શિક્ષકો દ્વારા તેમને ધમકાવી હતી અને જ્યાં સુધી તેઓ ટેસ્ટ નહી આપે ત્યાં સુધી રૂમમાંથી બહાર જવા ન દેતા 17 વિધાર્થીની તબિયત લથડી હોવાનું સામે આવ્યું હતું.
ઘટના અંગે જિલ્લાપ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત વીડજાએ જણાવ્યું હતું કે એક ટીમ બનાવી તપાસ માટે મેરુપર પ્રાથમિક શાળામાં મોકલી છે તેમના દ્વારા સમગ્ર વિવાદને લઇ તપાસ હાથ ધરશે અને બાદ તેઓ રીપોર્ટ મને સોપશે રીપોર્ટ જાહેર આગળની કાર્થયવાહી કરવામાં આવશે.

