HomeGujaratઆંગણવાડી કાર્યકર્તાનો પગાર વધ્યો, મોટી રાહત

આંગણવાડી કાર્યકર્તાનો પગાર વધ્યો, મોટી રાહત

રાજ્યમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા પગાર વધારા સહિતની પડતર માંગણીઓના પ્રશ્ને સરકાર સામે આંદોલન છેડવામાં આવ્યું છે.

છેલ્લા કેટલાક દિવસથી આંદોલન પર ઉતરેલા આંગણવાડી કાર્યકર્તાઓ માટે આખરે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.આખરે આંગણવાડી કાર્યકર-તેડાગરના માનદ વેતનમાં વધારો કરાયો છે.પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી જણાવ્યુ છે કે, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અને આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકરના માનદ વતનમાં નોંધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જ્યારે રાજ્યની 1800 મીની આંગણવાડી કેન્દ્રોને રેગ્યુલર આંગણવાડી કેન્દ્રમાં પણ કન્વર્ટ કરવામાં આવશે.

મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનિષાબેન વકીલ તેમજ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકરને હાલ રૂ.૭૮૦૦ માનદ વેતન અપાતું હતું તેમાં રૂ.૨૨૦૦નો વધારો કરીને રૂ.૧૦,૦૦૦ માનદ વેતન ચૂકવાશે.એ જ રીતે આંગણવાડી તેડાગરને હાલ રૂ.૩૯૫૦ માનદ વેતન ચૂકવાતું હતું એમાં રૂ.૧૫૫૦નો વધારો કરીને હવે રૂ.૫૫૦૦ ચૂકવવામાં આવશે. આ માટે રાજય સરકાર રૂ.૨૩૦.૫૨ કરોડનો વધારાનો ખર્ચ કરશે. આ નિર્ણયને પરિણામે ૫૧,૨૨૯ આંગણવાડી કાર્યકર અને ૫૧,૨૨૯ આંગણવાડી તેડાગર માનદ કર્મીઓ અને તેમના પરિવારજનો ને લાભ થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW