HomeGujaratમોરબી:અવની ચોકડી નજીક પાણીના નિકાલ માટે પાલિકાએ મેઘાણી શાળાથી ચોકિયા હનુમાન સુધી...

મોરબી:અવની ચોકડી નજીક પાણીના નિકાલ માટે પાલિકાએ મેઘાણી શાળાથી ચોકિયા હનુમાન સુધી રસ્તાની સફાઈ શરુ કરી

મોરબી શહેરના અવની ચોકડી વિસ્તાર છેલ્લા ઘણા સમયથી વરસાદી નિકાલની સમસ્યાનો સ્થાનિકો સામનો કરી રહ્યા છે. આ બાબતે અગાઉ આ મુદે સ્પાથાનિકોએ ચક્કાજામ કરી પહેલા વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે પછી રસ્તો બનાવામાં આવે તેવી માંગણી કરી હતી તેમજ આ મુદે ચીફ ઓફિસરથી લઇ સીએમ સુધી રજૂઆત કરવામાં આવતા અંતે પાલિકા સક્રિય થઇ હતી.

આજે અવની ચોકડી આસપાસ ભરાતા વરસાદી નિકાલની વ્યવસ્થા કરવા પાલિકાની ટીમ જેસીબી સાથે સ્થળ પર પહોચી હતી અને ચોકિયા હનુમાનથી મેઘાણી પ્રાથમીક શાળા સુધી રસ્તાની બન્ને સાઈડ સફાઈ કરી પાણીના નિકાલની વ્યવસ્થા હાથ ધરી હતી. જોકે આ કામગીરી માત્ર કામચલાઉ હોય આ વિસ્તારમાં લાંબા સમયથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે જેથી કાયમી ધોરણે પાણી ના નિકાલની વ્યસ્થા થાય તે જરૂરી છે. સ્થાનિક જણાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW