HomeGujaratમોરબી :સામખિયાળીથી માટેલ જઈ રહેલા બાઈક સવાર યુવાનોને અજાણ્યા વાહને હડફેટે લીધા,...

મોરબી :સામખિયાળીથી માટેલ જઈ રહેલા બાઈક સવાર યુવાનોને અજાણ્યા વાહને હડફેટે લીધા, બન્નેના મોત

સામખીયાળી ગામમાં રહેતા અને ઇલેક્ટ્રિક કામ કરતા સામખીયાળીના મહેસાણાનગરમાં રહેતા ઈશ્વરભાઈ કરશનભાઈ રાવલ અને અમરશીભાઈ રણછોડભાઈ કોળી નામના બે યુવાનો બાઈક પર સામખિયાળીથી માટેલધામ ખાતે પુનમ ભરવા જતા હતા તે દરમિયાન શુક્રવારે મોડી રાતે 12 :30 વાગ્યે ટીંબડી ગામના પાટિયા પાસે અજાણ્યા વાહને ઠોકર મારતા બન્ને યુવાન પટકાયા હતા. ઘટનામાં ઈશ્વર ભાઈને માથામાં ગંભીર ઈજા પહોચી હતા જયારે અમરશીભાઈને પેટના ભાગે અને પગના ભાગે ને ગંભીર ઈજા પહોચતા બન્નેના કમકમાટી ભર્યા મોત થયા હતા. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ ની જાણ થતા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW