ચીજવસ્તુઓ પર આકરા જીએસટીના કારણે પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છેજીવન-જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારા-મોંઘવારી, ડ્રગ્સની બદી સામેના વિરોધમાં ગુજરાત કોંગ્રેસે 10મી સપ્ટેમ્બરના રોજ સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી ગુજરાત બંધનું એલાન આપ્યું છે.
ભાવ વધારો વધ્યો: ગુજરાત બંધના સ્વૈચ્છિક એલાનમાં વિવિધ વેપારી સંગઠનો જેવા કે બુલિયન એસોસિયેશન, ચેમ્બર ઓફ કોમર્સ, કાપડ માર્કેટ, જથ્થાબંધ માર્કેટ, એપીએમસી, ફૂટવેર એસોસિયેશન, ઈલેક્ટ્રોનિક, ફરસાણ, બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, હાર્ડવેર, સ્ટેશનરી, પાનના ગલ્લાં, ઠંડાપીણા, મંડપ ડેકોરેશન, રેંકડી ધારકો, કેબિન એસોસિયેશન સહિતના નાના મોટા વેપારીઓને પ્રતીકાત્મક બંધમાં જોડાવા કોંગ્રેસે આહવાન કર્યું છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિત અનાજ, દાળ, લોટ, ચોખા, દહીં પનીર જેવી રોજ-બરોજની ચીજવસ્તુઓ પર આકરા જીએસટીના કારણે પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે.
વેપારી સંગઠનો સાથે: 10મી સપ્ટેમ્બરના બપોરે 12 વાગ્યા સુધીના ગુજરાત બંધના સ્વૈચ્છિક એલાનમાં વિવિધ વેપારી સંગઠનો જોડાયા છે.

