HomeGujaratપોલીસ પરિવારે કરી સામુહિક આત્મહત્યા, કારણ અકબંધ

પોલીસ પરિવારે કરી સામુહિક આત્મહત્યા, કારણ અકબંધ

અમદાવાદ શહેરમાં ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. ગોતા વિસ્તારમાં આવેલા દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આત્મહત્યા કરી અંતિમ પગલું ભર્યું છે. જેના કારણે પોલીસ વિભાગમાં શોકનો માહોલ છે.

પોલીસકર્મીના આવું કરવા પાછળ કયું કારણ છે એ હાલમાં સામે આવ્યું નથી. આ પોલીસકર્મી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એના ઘરની તપાસ કરવામાં આવી છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી કૂદકો મારી દીધી હતી. આવું શા માટે કર્યું એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ વિભાગમાંથી કોઈ એ સામૂહિક આત્માહત્યા કરી હોવાનો આ પ્રથમ કિસ્સો છે.

કુલદીપસિંહ મૂળ ભાવનગર પાસે આવેલા સિહોર અને એના પત્ની સિહોર પાસે આવેલા વડીયા ગામના વતની હતા. એમના જમાઈ પણ પોલીસમાં ફરજ બજાવે છે. જે હાલ સોલા પોલીસ સ્ટેશનમાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW