અકાસા એરના કેટલાક મુસાફરોના નામ, લિંગ, ઇમેઇલ સરનામું અને ફોન નંબર જેવી અંગત માહિતી “અનધિકૃત વ્યક્તિઓ” ને લીક થઈ ગયા છે.
એરલાઈને રવિવારે જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ CERT-In ને કરી છે, જે આ પ્રકારની બાબતો સાથે કામ કરવા માટે સરકાર દ્વારા અધિકૃત નોડલ એજન્સી છે. અકાસા એરના મેક્સ વિમાનોને ઓગસ્ટ 2021માં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી લીલી ઝંડી મળી હતી. આ પછી, એરલાઇન કંપનીએ ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ એરક્રાફ્ટ ઉત્પાદક બોઇંગ સાથે 72 MAX એરક્રાફ્ટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તાજેતરમાં જ કંપનીએ કોમર્શિયલ ફ્લાઈટ સર્વિસ શરૂ કરી છે. એરલાઈન્સની પ્રથમ ફ્લાઈટ મુંબઈ-અમદાવાદ વચ્ચે ઓપરેટ કરવામાં આવી હતી.

