મોરબી જિલ્લામાં મેઘરાજાની ફરી એકવાર નવી ઇનિંગ શેરૂ થઇ છે જેના કારણે જીલ્લાના વિવિધ જળાશયમાં વરસાદી પાણીની આવક મોટા પાયે થઇ છે . મોરબી જીલ્લાના 10માંથી 3 ડેમ ઓવરફલો થઇ ગયા છે તો હળવદનો બ્રાહ્મણી 2 ડેમ પણ 90 ટકા ભરાઈ ગયો છે. આ ડેમમાં હાલ નર્મદા નું પાણી તેમજ ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી ડેમના દરવાજા ખોલવા પડે તેવી સંભાવના છે જેથી સિંચાઈ વિભાગ દ્વારા હળવદ તાલુકાના ડેમ હેઠવાસના સુસવાવ,ટિકર, મિયાણી,મયુરનગર,માનગઢ, ખોડ,કેદારિયા,ચાડાધ્રા, અજિતગઢ ગામને સાવચેત કરવામાં આવ્યા છે સાથે બ્રાહ્મણી નદીના પટ્ટમાં પણ લોકોને અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.

