HomeGujarat1.40 લાખનો માસિક પગાર લેતો અધિકારી લાંચ લેતા ઝડપાયો

1.40 લાખનો માસિક પગાર લેતો અધિકારી લાંચ લેતા ઝડપાયો

સુરતમાં એસીબીએ નાનપુરા ભવનમાં છટકું ગોઠવી માસિક પગાર . ૧.૪૦ લાખના પગારદાર જીએસટી સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડા છે.

તેઓએ જીએસટી રિફંડના નાણાં રિલીઝ કરવા લાંચ માંગી હતી. ટેકસ કન્સલ્ટન્ટ પાસે પિયા ૪ લાખનું રિફડં ચૂકવવા તેઓએ લાંચ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. એસીબીએ છટકું ગોઠવી નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે ઓફિસમાંથી સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડા હતા.

નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એકસાઇઝ વિભાગની ઓફિસમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનાર સુશીલ અગ્રવાલ (૫૨) (રહે, સિટીલાઇટ. મૂળ રહે, રાજસ્થાન) એ ટેક્ષ કન્સલ્ટન્ટ પાસેથી પિયા ૫ હજારની લાંચ માંગી હતી. કન્સલ્ટન્ટે મિલ માલિકના જીએસટી રિફંડના નાણાં મેળવવા પ્રોસેસ કરી હતી. આથી સુપ્રિટેન્ડન્ટે રિફંડના નાણાં રિલીઝ કરવા માટે ટેકસ કન્સલ્ટન્ટ પાસેથી પિયા ૫ હજારની માંગણી કરી હતી. બાદમાં લાંચિયાએ લાંચની રકમ ટેબલના ડ્રોઅરમાં મુકી દીધી હતી.શકય છે કે રિફંડના નાણાં રિલીઝ કરવા માટે સુપ્રિટેન્ડન્ટેઆ જ રીતે બીજા ઘણા લોકો પાસેથી પિયા લીધા હોઇ શકે છે. એસીબી છેલ્લા ૬ મહિનાની રિફડં રિલીઝ કર્યા હોય તેવી ફાઇલોની તપાસ કરાવે તો કદાચ મોટું કૌભાંડ બહાર આવી શકે છે. મોડીરાતે એસીબીના સ્ટાફે સુપ્રિટેન્ડન્ટના સિટીલાઇટ ઘરે સર્ચ ઓપરેશન હાથ ધયુ હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW