મોરબી એલસીબી પીઆઇ.એમ આર ગોઢાણીયા અને પીઆઈ એન.બી.ડાભી પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી જેના આધારે આધારે મોરબી કાલીકા પ્લોટ, સાયન્ટીફીક રોડ વિસ્તારમાં અલીભાઇ મામદભાઇ પલેજા સંધી નીશાન કંપનીની ટેરાનો ગાડી નંબર GJ-05-JE-3167 વાળીમાં કેફી પ્રવાહી મંગાવી વેચાણ કરવા ના ઇરાદે કાલીકાપ્લોટ ખાતે ઓરડીમાં ઉતારતા હોય આ બાતમી આધારે રેઇડ કરી રૂ.16000ની કિંમતનો 800 લીટર નશાયુક્ત કૈફી પીણું તથા GJ-05-JE-3167 નમ્બરની નિશાન કંપની ની કાર મળી કુલ કિ.રૂ. 3.16 લાખ નો મુદામાલ જપ્ત કર્યા હતા.જોકે ફરી એકવાર નશાયુક્ત પદાર્થની હેરાફેરી કરતા તત્વો ભગવામાં સફળ થયા હતા.બનાવમાં એલસીબીની ટીમે અલીભાઇ મામદભાઇ પલેજા તેમજ કાર ચાલકવિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બન્નેની શોધખોળ હાથ ધરી હતી.

