સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તારીખ 1 જાન્યુઆરી 2022થી મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે. સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેઓને જ મળવાપાત્ર થશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો છે. સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો કરવા નિર્ણય કર્યો છે. જાન્યુઆરી થી માર્ચ ના તફાવતની રકમનો પ્રથમ હપ્તો ઑગસ્ટ 2022ના પગાર સાથે તેમજ એપ્રિલ થી જૂન ના તફાવતની રકમ સેપ્ટેમ્બર 200 ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકોટબર- 2022ના પગાર સાથે ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનો બોજો વધશે.

