HomeGujaratમોરબીના નાની વાવડી ગામની પ્રા. શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ...

મોરબીના નાની વાવડી ગામની પ્રા. શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી : હાલ સમગ્ર ભારતમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી તાલુકાના નાની વાવડી ગામની પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

મોરબી તાલુકાના નાની વાવડી ગામની કુમાર અને કન્યા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા સ્વરૂપે ગામમાં નારા સાથે રેલીનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાખડી સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં બાળકોએ જાતે જ રાખડી બનાવી હતી અને બાળકો દ્વારા રાખડીનું પ્રતિક બનાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ચિત્રસ્પર્ધા પણ કરવામાં આવી હતી જેમાં બાળકોએ વિવિધ સ્લોગન, રાષ્ટ્રધ્વજ અને દેશભક્તોના ચિત્રો દોર્યા હતા તેમજ બાળકો દ્વારા 75-INDIA નું પ્રતિક પણ બનાવવામાં આવ્યું હતું. અંતમાં શાળામાં વેશભૂષા અને નંદ ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં બાળકો સાથે વાલીઓ પણ જોડાયા હતા અને રાસગરબા સાથે મટકીફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી” ની ધૂન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW