મોરબી જિલ્લામાં નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકાવવા અને આવા તત્ત્વોને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીકરવા એસપી રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે મોરબી જીલ્લામાં એસ.ઓ.જી.ની ટીમ એન.ડી.પી.એસ.ના કેસો શોધવા અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી બાતમી આધારે હળવદ શહેરના કુભારપરા, ખોડીયાર માતાજીના મંદિર પાસે, રહેતા વાલાભાઇ પોપટભાઇ બાંભવા નામના 40 વર્ષના શખ્સને 280 ગ્રામ ગાંજા, તથા રોકડા રકમ તથા મોબાઇલ
તેમજ એક બ્રેજા કાર મળી કુલ રૂપીયા 10,08,550 /-ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો પોલીસે આરોપી પાસેથી તમામ મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી .
આ કામગીરી પોલીસ ઇન્સપેકટર જે.એમ.આલ તથા એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, પો.હેડ કોન્સ. રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર તથા પો.કોન્સ. સતિષભાઇ ગરચર,ભાવેશભાઇ મિયાત્રા તથા ડ્રા.પો.કો. અશ્વીનભાઇ લોખીલ સહિતના જોડાયા હતા

