હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો કરી જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને રૂપિયા 69 હજારની વધુની રોકડ સાથે ઝડપી પાડીને હળવદ પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતો.
મોરબી એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેણાંક મકાનમાં મણીલાલ નાનજીભાઇ પટેલ નામનો શખ્સ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવી રહ્યો છે જે બાતમીને આધારે રહેણાંક મકાનમાં મોરબી એલસીબી ટીમે દરોડો પાડીને જુગાર રમતા મણીલાલ નાનજીભાઇ માકાસણા, રવજીભાઇ પ્રભુભાઇ પરમાર, જનકસિંહ ચંદ્રસિંહ ઝાલા, હિતેષગીરી નરભેગીરી ગૌસ્વામી, અમીતભાઇ ડામરભાઇ ધામેચા, સંજય ગીરધરલાલ ગાંધી અને ચંદુભાઈ રતીલાલ માકાસણાને રોકડા રૂપિયા 69,950 સાથે ઝડપી પાડી સાતેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો નોંધાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

