HomeGujaratહવે વીજળી માટે બિલ નહીં ભરવાનું પણ રિચાર્જ કરવાનું, જાણો કેવી રીતે

હવે વીજળી માટે બિલ નહીં ભરવાનું પણ રિચાર્જ કરવાનું, જાણો કેવી રીતે

સૌરાષ્ટ્રના 56 લાખ વીજગ્રાહકોને એક નવી સુવિધા મળવા જઈ રહી છે. ઘર, દુકાન, બિલ્ડિંગ, ઓફિસોમાં હવે પ્રિ-પેઈડ વીજમીટર લગાવાશે. જેનું રિચાર્જ વીજ ધારક પોતે કરી શકશે. અત્યાર સુધી વીજળી વાપર્યા બાદ પૈસા ચૂકવતા હતા પરંતુ હવે સ્માર્ટ પ્રિ-પેઈડ મીટર લગાવ્યા બાદ વીજગ્રાહક જેટલું રિચાર્જ કરશે તેટલી જ વીજળી તેને વાપરવા મળશે.

શું કહે છે અધિકારી: પીજીવીસીએલના એમડી વરુણકુમાર અને ચીફ એન્જિનિયર આર.જે.વાળાએ 56 લાખ સ્માર્ટ મીટર માટે દિલ્હી ખાતે RECPDCL સાથે એમઓયુ કર્યા હતા. જેને લઇને આ સુવિધા રાજકોટના લોકોને પ્રાપ્ત થઈ રહી છે. 2025 સુધીમાં પીજીવીસીએલ 56 લાખ સ્માર્ટ વીજ મીટર લગાવશે. પ્રથમ તબક્કામાં 23 લાખ વીજ મીટર લગાવવાનો ટાર્ગેટ છે. જેમાં સૌથી પહેલા દરેક સરકારી કચેરી, અમૃત સિટી, ડિસ્ટ્રિબ્યૂશન ટ્રાન્સફોર્મર પરના મીટર, ફિડર મીટરમાં પ્રિ-પેઈડ મીટર લગાવાશે.

સિમકાર્ડ જેવું કાર્ડ: સ્માર્ટ મીટરમાં સીમકાર્ડ લગાવાશે, મોબાઈલ એપથી કામ કરશે, વીજગ્રાહકો પોતે જ રિડિંગ જોઈ શકશે, મીટર રિડિંગ કરવા કે બિલ ભરવા લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW