HomeGujaratહળવદ :ટીકર નજીકથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને દબોચી લીધો

હળવદ :ટીકર નજીકથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને દબોચી લીધો

આગામી જન્માસ્ટમી,રક્ષાબંધન, અને મોહરમ પર્વને લઇ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે હથીયાર ધારાનો કડક અમલ કરવા અને ગેરકાયદે હથીયાર જપ્ત કરવા રાહુલ ત્રિપાઠીના આદેશ આધારે LCB પી.આઈ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શનમાં એલસીબી પીઆઈ તેમજ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે અસામાજીક તત્વો ઉપર વોચ તપાસ રાખી ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવાની કામગીરી કરવા તજવીજ હાથ ધરી હતી, તે દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં એક શખ્સ ગેરકાયદે હથીયાર સાથે ફરતો હોય બાતમી આધારે એલસીબી ટીમે ટીકર જવાના કોઝવે ઉપરથી ટીકર ગામના હબીબ ઉર્ફે બદીયો સઓ હાસમભાઇ ભટ્ટી નામના 30 વર્ષના શખ્સને દેશી હાથબનાવટની લોખંડની મેજીન વાળી રૂ 10 હજારની કિમતની પીસ્તોલ સાથે પકડી પાડ્યો હતો.

બાદમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી તથા હથિયાર સપ્લાયર્સ નરસીંગ સ/ઓ. ઇકસીંગ આદીવાસી હાલ રહે.લક્ષ્મીનગર તા.જી.મોરબી મુળ રહે જળઆંબલી, આંબલી ફળીયુ, તા,ટાંડા જિ.ધાર મધ્યપ્રદેશ વિરૂધ્ધ ગે.કા. હથિયાર રાખવા બદલ આર્મ્સ એકટ હેઠળ ગુના રજી કરાવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW