રામદેવ પીર ચોકથી આગળના એરિયાનો હવે જમાનો આવશે. પૂર્વમાં રિંગરોડ-૨, પિમમાં રૈયાધાર, ઉત્તરમાં સ્માર્ટ સિટી એરિયા અને દક્ષિણમાં માધાપર-ઘંટશ્ર્વર વિસ્તારનો થશે વિકાસ એવી સ્કીમ મંજૂર થઈ ગઈ છે.
રાજકોટનો વિકાસ: ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્રારા ગઇકાલે વિવિધ ડ્રાટ ટીપી સ્કીમોને મંજુરી આપવામાં આવી તેમાં રાજકોટ મહાનગરપાલિકાની રૈયા ટીપી સ્કીમ નં.૩૩ મંજૂર કરવામાં આવતા હવે ટૂંક સમયમાં ૧૫૦ ફટ રિંગ રોડ મતલબ કે રિંગ રોડ-૧ અને રિંગ-૨ને જોડતા તમામ રસ્તાઓ ખુલશે.
રોડ નેટવર્ક: રૈયા ટીપી સ્કિમ નં.૩૩માં ૩,૬૧,૬૦૯ ચો.મી.નું રોડ નેટવર્ક હોય આગામી દિવસોમાં ૯ મીટર, ૧૨ મીટર, ૧૫ મીટર, ૧૮ મીટર અને ૨૪ મીટર પહોળાઇના રસ્તાઓ ખુલશે. ખાસ કરીને રામદેવ પીર ચોકથી આગળના એરિયાનો હવે જમાનો આવશે. રૈયા ટીપી સ્કિમ નં.૩૩ની પૂર્વમાં રિંગ રોડ-૨, પશ્ચિમમાં રૈયાધાર, ઉત્તરમાં સ્માર્ટ સિટી એરિયા અને દક્ષિણમાં આવેલા માધાપર-ઘંટેશ્વર વિસ્તારનો વિકાસ થશે.

નવા આવાસ: અનામત હેતુના પ્લોટસમાં આવાસો માટે સૌથી વધુ ૧,૧૫,૬૪૭ ચો.મી.જમીનની ફાળવણી કરાઇ છે જેમાં અંદાજે ૧૦ હજાર આવાસો બની શકશે. અત્રે એ બાબત ખાસ ઉલ્લેખનીય છે કે રૈયા ટીપી સ્કીમ નં.૩૩ની બાજુમાં જ સ્માર્ટ સિટી એરિયાની રૈયા ટીપી સ્કીમ નં.૩૨ આવેલી હોય અને તેમાં પબ્લિક પર્પઝના અનેક પ્લોટસની ફાળવણી કરવામાં આવેલી હોય તેવા કારણોથી રૈયા ટીપી સ્કિમ નં.૩૩માં પબ્લિક પર્પઝ માટેના પ્લોટસની ફાળવણી પ્રમાણમાં ઓછી કરવામાં આવી છે.
વિશેષમાં મંજુર ડ્રાટ ટી.પી.સ્કીમ નં.૩૩ (રૈયા)ની વિગતો જાહેર કરતા મેયર ડો.પ્રદીપભાઇ ડવ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન નરેન્દ્રભાઇ ડવએ જણાવ્યું હતું કે ડ્રાટ ટીપી સ્કિમ નં.૩૩ રૈયાનું કુલ ક્ષેત્રફળ ૨૨૪૯૩૪૦ ચો.મી.(૨૨૪.૯૩ હેકટર)છે. કુલ ખાનગી જમીન માલિકોની સંખ્યા ૬૧ છે. કુલ સરકારી જમીનોની સંખ્યા ૧૮ છે. કુલ મૂળખંડોની સંખ્યા ૭૯ અને મૂળખંડોની સામે ફાળવેલ અંતિમખંડોની સંખ્યા ૧૩૪ છે, જેનું કુલ ક્ષેત્રફળ ૧૮૮૨૩૧૭ ચો.મી. છે. ટી.પી.રોડનું કુલ ક્ષેત્રફળ ૩૬૧૬૦૯ ચો.મી. છે અને સ્કિમમાં ટી.પી.રોડની પહોળાઇ ૯ મી., ૧૨ મી., ૧૫ મી., ૧૮ મી. તથા ૨૪ મી. સુધીની રાખવામાં આવી છે. મહાનગરપાલિકાને વિવિધ હેતુ માટે મળેલ અનામત પ્લોટની સંખ્યા ૪૯ પ્લોટસ છે.-જેનું કુલ ક્ષેત્રફળ ૩,૯૪,૯૧૩ ચો.મી.છે.

